top of page

વ્યાવસાયિક ઓનલાઈન ભાષાંતર સેવાઓ

Gujarati

TranslationServices.com કોઈપણ ભાષા માટે, કોઈ પણ વિષય માટે વ્યાવસાયિક ભાષાંતર પ્રદાન કરે છે. અમારી અનુભવી ટીમે અત્યાર સુધીમાં હજારો દસ્તાવેજોનું ભાષાંતર કર્યું છે. વડોદરા, રાજકોટ, મુંબઈ, અને દુનિયાભરના ગ્રાહકોને સંતોષ પૂરો પાડ્યો છે. ભલે તમારી ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, સ્પેનિશ, અથવા ચાઇનીઝ ભાષામાં અથવા તો તેથી ઊલટું ભાષાંતરની જરૂરિયાત મુજબ, અમે ઉચ્ચ ગુણવત્તા સાથે તમારા પ્રોજેક્ટનું ભાષાંતર કરવાનું વચન આપીએ છીએ.

 

ભાવતાલ માટે અમારો સંપર્ક કરો.

 

અમે કઈ સેવાઓ પૂરી પાડીએ છીએ?

 

TranslationServices.com વિવિધ પૃષ્ઠભૂમિ ધરાવતા ગ્રાહકો માટે વેપારથી લઈને લેખકો, શિક્ષણવિદો સુધીના ઉચ્ચ ગુણવત્તાવાળા ભાષાંતરો પૂરા પાડે છે. ગુજરાતી માટે ભાષાંતર સેવાઓ પ્રદાન કરવાની સાથે-સાથે, અમારી કુશળ ભાષાંતર ટીમ નિયમિતપણે 100 કરતા વધારે ભાષાઓમાં ભાષાંતર કરે છે.

 

અમારી સેવાઓ:

 

  • શૈક્ષણિક ભાષાંતર. અમે કોઈ પણ વિષયનું ગુજરાતીમાંથી અંગ્રેજી, ગુજરાતીમાંથી જર્મન, ગુજરાતીમાંથી જાપાનીઝ તથા અન્ય ઘણી ભાષાઓ વચ્ચે ભાષાંતર કરી શકીએ છીએ.

 

  • વ્યવસાયિક ભાષાંતર . શું તમને ગુજરાતીમાંથી અંગ્રેજી અથવા તો અન્ય કોઈ ભાષામાં ભાષાંતર થયેલ કોઈ કેટેલોગ જોઈએ છે? અમે હ્યુમન રિસોર્સિસ મેન્યુઅલ, ઉત્પાદનના વર્ણન અને અન્ય વ્યવસાયિક અને માર્કેટિંગ સામગ્રીને લગતી વ્યવસાયિક ભાષાંતર સેવાઓ પૂરી પાડીએ છીએ.

 

  • સાહિત્યિક ભાષાંતર. શું તમારા આંતરરાષ્ટ્રીય વાચકો વધરવા માંગો છો? અમે લગભગ દરેક શૈલીના પુસ્તકો, રોમાંસ નવલકથાઓથી લઈને વિજ્ઞાન સાહિત્ય હસ્તપ્રતો, સંસ્મરણો સુધીના ભાષાંતર કર્યા છે. અમારા સાહિત્યિક ભાષાંતરકારો તમારો અવાજ અને શૈલીને જાળવી રાખવા માટે શાબ્દિક શબ્દ-દર-શબ્દ ભાષાંતર કરવાને બદલે અર્થપૂર્ણ ભાષાંતર કરે છે.

 

  • તબીબી ભાષાંતર. અમે સ્વયં તબીબી ભાષાંતર પ્રદાન કરતા નથી, પરંતુ અમે એક તબીબી ભાષાંતર કંપની સાથે ભાગીદારી કરેલ છે, જે નોંધ, મેડિકલ રિપોર્ટ, દર્દીના ઇન્ટરવ્યુ અને અન્ય તબીબી દસ્તાવેજોનું ગુજરાતીમાં અથવા તેથી ઊલટું ત્વરિત અને સચોટ ભાષાંતર કરી શકે છે.

 

  • કાનૂની ભાષાંતર. અમારી ભાગીદારી એક કાનૂની કંપની સાથે પણ છે જેઓ તમારા ઉદ્દેશપત્રો, સોગંદનામા, દસ્તાવેજો, ગોપનીયતા નીતિઓ અને અન્ય કાનૂની દસ્તાવેજોનું ભાષાંતર કરવામાં અનુભવી અને કુશળ છે. અમારો કાનૂની ભાષાંતર ભાગીદાર સ્પષ્ટપણે વ્યાવસાયિક અને વિશ્વાસપાત્ર છે.

 

  • પ્રમાણિત ભાષાંતર. જો તમને ઈમિગ્રેશન અથવા એના જેવા જ કોઈ હેતુઓ માટે કોઈ શૈક્ષણિક લખાણ, લગ્ન અથવા છૂટાછેડાનું પ્રમાણપત્ર, અથવા અન્ય અતિ મહત્ત્વના દસ્તાવેજને ગુજરાતીમાંથી ભાષાંતર કરાવવાની જરૂર હોય તો આ સેવાની પસંદગી કરો.

 

  • સ્થાનિકીકરણ. શું તમે વિદેશી બજારમાં તમારા વ્યવસાયને વિસ્તૃત કરવા માગો છો? અમે તમારી સામગ્રીને વિશિષ્ટ દેશો અને પ્રદેશો માટે અનુકૂળ બનાવી શકીએ છીએ.

 

  • પેટાશીર્ષક. અમે તમારા વિડીયોમાંના ગુજરાતી સંવાદનું ભાષાંતર કરી શકીએ છીએ અને અન્ય ભાષાઓ જેવી કે ઇટાલિયન, પોર્ટુગીઝ અથવા વિયેતનામીઝમાં પેટાશીર્ષક બનાવી શકીએ છીએ.

 

  • સામાન્ય ભાષાંતર. શું તમને ફક્ત કોઈ ગુજરાતી દસ્તાવેજના ભાષાંતરની તાત્કાલિક જરૂર છે? અમારી ભાષાંતર સેવા સસ્તી અને સચોટ છે. તેથી ગુજરાતી ભાષાંતર માટે તમારી જરૂરિયાતોને લગતી ચર્ચા કરવા માટે અમારો સંપર્ક કરો.

 

અમે કોણ છીએ?

 

TranslationServices.com માં રહેલા ભાષાંતરકારો ઉચ્ચ ગુણવત્તા ધરાવે છે, જેઓ પ્રમાણિત અનુભવી છે અને વિગતવાર અસાધારણ ધ્યાન આપે છે. અમારા ગુજરાતી ભાષાંતરકારો અનેક વિષયોમાં કુશળતા ધરાવે છે, જેનો અર્થ એમ છે કે અમે પ્રત્યેક કાર્ય યોગ્ય ટીમ સભ્યને સોંપીએ છીએ. જેનો અર્થ છે કે અમે વડોદરા, રાજકોટ, મુંબઇ અને અન્યત્રના લોકોને શ્રેષ્ઠ ભાષાંતર સેવાઓ પૂરી પાડીએ છીએ.

 

TranslationServices.com સાથે કેમ કામ કરવું?

 

  • અમે કોઈપણ વિષય અથવા શૈલી માટે સસ્તું અને સચોટ વ્યવસાયિક, શૈક્ષણિક અને સાહિત્યિક ભાષાંતર પ્રદાન કરીએ છીએ.

 

  • અમે કોઈપણ ભાષામાં કોઈપણ વિષય માટે વ્યાવસાયિક માનવ ભાષાંતર પ્રદાન કરીએ છીએ.

 

  • અન્ય ભાષાંતર સેવાઓથી વિપરીત, અમે મશીન ભાષાંતર પર વિશ્વાસ કરતા નથી; તેના કરતા અમે દરેક ભાષાંતર પ્રોજેક્ટ અમારા વ્યાવસાયિક ટીમના સભ્યોને સોંપીએ છીએ.

 

અમારા વ્યાવસાયિક ભાષાંતરકારોએ દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલ ગુણવત્તાના ઉચ્ચ ધોરણો પર અમને ગર્વ છે, અને અમને વિશ્વાસ છે કે તમને અમારા કાર્યથી સંતોષ થશે.

 

ભાવતાલ માટે અમારો સંપર્ક કરો.

bottom of page